Get The App

વડોદરા:" જ્યોત સે જ્યોત જગાતે ચલો" અભિયાન હેઠળ સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે કપડાનું વિતરણ

Updated: Nov 1st, 2021


Google NewsGoogle News
વડોદરા:" જ્યોત સે જ્યોત જગાતે ચલો" અભિયાન હેઠળ સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે કપડાનું વિતરણ 1 - image

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર

વિવિધ સામાજિક કર્યો માટે જાણીતા વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને આર. સી. પટેલ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદો ને દિવાળી પર્વે કપડાં મળે તે ઉદ્દેશ સાથે " જ્યોત સે જ્યોત જગાતે ચલો" અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજાનોએ 20 હજારથી વધુ કપડાંનું દાન આપ્યું હતું. જેને અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો વળી અકોટા અને નિઝામપુરા વિસ્તારમાં સમિયાણું ઉભું કરી વિનામૂલ્યે કપડાં વિતરણ કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલે અકોટા સ્તિથ આર. સી. પટેલ એસ્ટેટ ખાતે એક સમીયાણું ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં  પ્રથમ દિવસે 3 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. આજે પણ  અકોટા સ્થિત આર. સી. પટેલ એસ્ટેટ તથા નિઝામપુરા સ્થિત અંબાલાલ મેરેજ હોલ ખાતે સવારના 9:00 થી સાંજના 5:00 સુધી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પાંચ હજારથી વધુ ગરીબ લોકોએ લાભ લીધો હતો.

સંસ્થાના કાર્યકર તરંગ શાહ તથા તેમની ટીમએ જરૂરિયાતમંદોને લાભ લેવા અપીલ કરી છે.

Vadodara

Google NewsGoogle News