ભેજાબાજો દ્વારા ભાજપ અગ્રણી વિષ્ણુ પ્રજાપતિનું ડુપ્લીકેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું: 10 લાખની માંગણી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ભેજાબાજો દ્વારા ભાજપ અગ્રણી વિષ્ણુ પ્રજાપતિનું ડુપ્લીકેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું: 10 લાખની માંગણી 1 - image

image : Freepik

વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા ભાજપના સક્રિય સભ્ય અને પ્રજાપતિ સંઘના અગ્રણી વિષ્ણુ દલસુખભાઈ પ્રજાપતિનું ડુપ્લીકેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને તેમના ફોલોઅર્સ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જે અંગે તેઓએ પોલીસ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી છે.

ભેજાબાજો દ્વારા ભાજપ અગ્રણી વિષ્ણુ પ્રજાપતિનું ડુપ્લીકેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું: 10 લાખની માંગણી 2 - image

 ભાજપના સક્રિય સભ્ય અને ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ પ્રજાપતિનું કોઈ ઈસમ દ્વારા ડુપ્લીકેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ડુપ્લીકેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા બાદ તેમના ફોલોઅર્સ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. એમના કેટલાક મિત્રોને રૂ.10,00,000 સુધીની રકમ આપવા જણાવવામાં આવ્યું છે. જે બાબતની જાણ વિષ્ણુ પ્રજાપતિને થતા તેઓએ આ મામલે ગોરવા પોલીસને જાણ કરી હતી. વિષ્ણુ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ગોરવા પોલીસે કાર્યવાહી કરતા ડુપ્લીકેટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે સાયબર ક્રાઇમની ટીમને વિગત સુપ્રત કરવામાં આવી છે. જેના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં અનેક અગ્રણીઓના સોશિયલ એકાઉન્ટ હેક થવા અથવા ડુપ્લીકેટ બનાવવા સાથે પૈસાની માંગણી કરતી ઘટનાઓ વધુને વધુ બની રહી છે.


Google NewsGoogle News