Get The App

ઇલોરાપાર્ક વિસ્તારની લેડી ડોક્ટર સાથે કાશ્મીરના પ્રવાસના નામે છેતરપિંડી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ઇલોરાપાર્ક વિસ્તારની લેડી ડોક્ટર સાથે કાશ્મીરના પ્રવાસના નામે છેતરપિંડી 1 - image

વડોદરાઃ ઇલોરાપાર્ક વિસ્તારની લેડી ડોક્ટર સાથે એક પરિચિત ટ્રાવેલ એજન્ટે કાશ્મીરના ફેમિલી ટૂરના નામે છેતરપિંડી કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

ઇલોરાપાર્કમાં ટ્રાઇટેન્ટ કોમ્પ્લેક્સ સામે  સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.દિવ્યા મોરીએ કહ્યું છે કે,એક ડોક્ટરને ત્યાં નોકરી કરતા નિરવ દિપકભાઇ શાહ સાથે કોવિડ વખતે પરિચય થયો હતો અને તેમનો નંબર સેવ કરી રાખ્યો હતો.

નિરવ ટ્રાવેલનું પણ કામ કરતો હોવાથી મને મોબાઇલ પર રૃ.૧હજાર ભરીને ડ્રો મારફતે ભારતમાં વિવિધ સ્થળોએ ટૂરનું પેકેજ મોકલ્યું હતું.ત્યારબાદ મેં મારા માતા-પિતા અને ભાઇ સાથેનું કાશ્મીરનું પેકેજ નક્કી કરી રૃ.૯૬ હજાર ચૂકવ્યા હતા.પરંતુ નિરવે મોકલેલી પ્લેનની ટિકિટ બોગસ નીકળી હતી.તે સરખો જવાબ આપતો નહતો અને હવે ફોન પણ બંધ કરી દીધો છે.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News