પોલિસી બંધ કરાવી પતિના મૃત્યુના વળતર સાથેનું પેમેન્ટ આપવાના નામે ઓનલાઇન 2 લાખ પડાવ્યા
વડોદરાઃ પોલિસી બંધ કરાવવાના નામે એક મહિલા સાથે ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા રૃ.૨ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
ફર્ટિલાઇઝર નગરમાં રહેતા અને નોકરી કરતા પદ્માબેન મકવાણાએ પોલીસને કહ્યું છે કે,મારા પતિ કોરોનામાં ગુજરી ગયા હોવાથી મેં રૃ.૫૦ હજારના હપ્તાવાળી પોલિસી બંધ કરાવવા માટ પ્રયત્ન કર્યો હતો.પરંતુ મને રિસ્પોન્સ મળતો નહતો.
ગઇ તા.૧૭મી જૂને હું ફતેગંજમાંથી પસાર થતી હતી ત્યારે રિલાયન્સ નિપોન ઇન્સ્યોરન્સમાંથી ઇશાની ગુપ્તા બોલું છુ ંતેમ કહી મારી સાથે વાત કરનાર યુવતીએ પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી તેના ઉપરી અમન રાઠોડ સાથે વાત કરાવી હતી.તેમણે મને મૃત્યુના વળતર સાથે રૃ.૮.૩૭લાખ પરત કરાવશે તેમ કહી ડોક્યુમેન્ટ ચાર્જના રૃ.૫૦ હજાર તેમજ ત્યારબાદ જીએસટીના રૃ.૨૭૪૫૦ ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારપછી કોઇ એજન્ટનો ફોન આવ્યો હતો અને મારા કમિશનનું શું તેમ કહી ચેક અટકાવી દઇશું તેમ કહી રૃ.૬લાખનો ચેક એજન્ટને આપવાનો છે તેમ કહી જીએસટીના રૃ.૭૫૩૩૦ માંગ્યા હતા.આમ,મારી પાસે કુલ રૃ.૨.૦૨લાખ પડાવી લીધા હતા.સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.