Get The App

ફોરેક્સ, ગોલ્ડ અને શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી

વધુ નફો થશે, તેવી લાલચ આપી ૮.૬૩ લાખ પડાવી લીધા

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ફોરેક્સ, ગોલ્ડ અને શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી 1 - image

 વડોદરા,ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અને ગોલ્ડમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થશે.  તેવી લાલચ આપી ૮.૬૩ લાખ પડાવી લેનાર ઠગ ત્રિપુટી સામે અકોટા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમા બ્રાઇટ ડે સ્કૂલની પાસે સિલ્વર સ્કાયમાં રહેતા ઇન્દ્રપાલસિંહ જોગીંદરસિંહ આનંદ જી.એફ.એલ. કંપની જી.આઇ.ડી.સી. દહેજ ખાતે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જુલાઇ - ૨૦૨૩ માં મારા ઘરે સી.સી.ટી.વી. લગાવવાના હોવાથી હું સુભાનપુરામાં આવેલી  એક દુકાને ગયો હતો. ત્યાં એક ભાઇ સાથે સી.સી.ટી.વી. બાબતે વાતચીત થઇ હતી અને મારો નંબર આપ્યો હતો. પાંચ દિવસ પછી પ્રેરણા નામથી એક યુવતીએ મને કોલ કરીને સી.સી.ટી.વી. બાબતે પૂછતા મેં કહ્યું કે, મેં મારા ઘરે સી.સી.ટી.વી. ફિટ કરી દીધા છે. મેં ઇ બાયોટોરિયલ હેલ્થ પ્રોડક્ટ બેલ્ટનો બિઝનેસ શરૃ કર્યો હોવાથી પ્રેરણાને તે અંગેનો મેસેજ મોકલ્યો હતો. પ્રેરણાએ મને કોલ કરીને કહ્યું કે, અકોટા ટી પોસ્ટ પાસે આવીને ડેમો આપી જાવ. જેથી, હું ત્યાં ગયો હતો. પ્રેરણાની સાથે  એક યુવક  પણ આવ્યો હતો. તેની ઓળખ શુભમ તરીકે આપી હતી. મેં બંનેને ડેમો આપ્યો હતો. ત્યારબાદ તેઓએ ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટ, શેર ટ્રેડિંગ અને ગોલ્ડમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થશે. તેવું કહીને  પ્રેરણા, શુભમ અને અમન દૂબેેએ મારી પાસેથી ૮.૬૩ લાખ પડાવી લીધા હતા.


Google NewsGoogle News