વડોદરામાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા સાથે રૂ.6.93લાખની ઠગાઇ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા સાથે રૂ.6.93લાખની ઠગાઇ 1 - image

image : Freepik

વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને ભેજાબાજોએ કારેલીબાગની મહિલાને રૂ.6.93 લાખ વિવિધ એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા. ત્યારબાદ ઠગોએ ભરેલા રૂપિયા કે તેનું કમિશન પણ નહિ ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાઈબાબા સોસાયટીમાં રહેતા આશિકા રાજેશ્વર માંડવકર ખાનગી કંપનીમાં નોકરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 6 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા આઈડી પરથી સંપર્ક કર્યો હતો.જેમાં મને જણાવ્યું હતું કે ગૂગલ મૅપ પર મેન્યુફેક્ચરિંગના રિવ્યુ આપી પૈસા કમાવવાની લાલચ આપી પહેલા ટાસ્ક કરવાના બદલામાં 33 હજાર રૂપિયા વળતર ચૂકવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવી ગયો હતો.જેથી ભેજાબાજોએ મને જેટલા ટાસ્ક કરતા રૂપિયાનું રોકાણ કરસો તો વધુ રૂપિયાનું વળતર મળશે તેમ કહી મને ટા સ્ક ના બદલામાં અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ૬,૯૩,૦૦૦ ભરાવડાવ્ય હતા.  ત્યારબાદ તેઓએ  મને જણાવ્યું હતું કે તમે રૂપિયા એક સામટા ઉપાડી શકસો. પરંતુ મારા ભરેલા રૂપિયા કે અને કમિશન ઓનલાઇન ચેક કરતા કોઈ રકમ બતાવતી ન હતી. જેથી મને મારી સાથે છેતરપિંડી થઈ હોવાનો એહસાસ થયો હતો. જેના કારણે મે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાયા પોલિસે ભેજાબાજો મે ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.


Google NewsGoogle News