વડોદરામાં પાદરા તાલુકાના વીમા એજન્ટ સાથે રૂપિયા 6.61 લાખની ઠગાઇ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાદરા તાલુકાના વીમા એજન્ટ સાથે રૂપિયા 6.61 લાખની ઠગાઇ 1 - image

image : Freepik

Vadodara Fraud Case : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતા વીમા એજન્ટ પાસેથી તેના મિત્રએ રૂ.8.29 લાખ ઈલેક્ટ્રીકના ધંધા માટે લીધા હતા. તેમાંથી માત્ર 1.68 લાખ જ પરત કર્યા હતા. જ્યારે બાકીના 6. 61 લાખની વારંવાર માંગણી કરી હોવા છતાં પરત આપતો ન હતો. જેથી તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પાદરા તાલુકાના મોભા રોડ ઉપર આવેલા સંતોષનગર-2 માં રહેતા ઉત્સવકુમાર ઈન્દ્રવદન ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું મુવાલ ખાતે આવેલ યોગી રેસીડેન્સીમાં દુકાન ધરાવી શેર માર્કેટ અને વીમા એજન્ટ તરીકે કામ કરું છું. વર્ષ 2013માં હું અભ્યાસ કરતો હતો તે વખતે મારા ભાઈ હાર્દિકભાઈ સાથે અવનીશકુમાર દિલીપ પટેલ (રહે. કારેલી ગામ, તા.જંબુસર)પણ અભ્યાસ કરતો હતો. તે મારા ભાઈનો સારો એવો મિત્ર થતો હતો. મારો અભ્યાસ પુર્ણ થતા મેં વડોદરા ખાતે આવેલ સમન્વય સ્ટેટસ-1, પાદરા અટલાદરા મેઇન રોડ, અટલાદરા વડોદરા ખાતે બીજા માળે મેં વીમા એજન્ટ તરીકે તથા બ્રોકર તરીકે કામ કરવા માટે દુકાન ભાડે રાખેલ હતી. અવનીશકુમાર પટેલ વર્ષ 2022 માર્ચ મહિનામાં મારી દુકાને આવ્યો હતો અને મને ઇલેક્ટ્રીકના ધંધા માટે રૂપિયા 10લાખની જરૂર છે તેમ જણાવ્યું હતુ. જેથી મેં મારો મિત્ર હોવાથી તેના ઉપર વિશ્વાસ રાખી અવનીશકુમાર પટેલના ખાતામાં ટુકડે-ટુકડે આશરે 5.39 લાખ ટ્રાન્સફર અને રૂપિયા 2.90 લાખ રોકડેથી ચુકવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી આ અવનીશકુમાર ૫ટેલે મને રૂપિયા 1.18 લાખ પરત આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા 6.61 લાખ પરત ચૂકવ્યા ન હતા. વારંવાર રૂપિયા મે તેની પાસે માંગણી કરું છું ત્યારે ગોળ-ગોળ જવાબ આપી બહાના કરતો હોય છે. જેથી તેના બીલ ગામના સરનામે રૂપિયાની માંગણી કરવા માટે ગયો હતો. ત્યારે તેના ઘરે બીજા પણ માણસો પૈસા માંગવા માટે આવેલા હતા અને અવનીશના ઘરે તેની પત્નિ,પિતા, તેના મામા અને તેના જીજાજી પણ હતા.

પૈસાની માંગણી કરતા અવનીશકુમારની પત્નીએ મને જણાવ્યું હતું કે, અમારા ઘરેણા વેચીને તમારા બાકીના તમામ રૂપિયા ચુકવી આપીશ. જેથી મે આ અવનીશકુમાર વિરૂદ્ધમાં પોલીસમાં અરજી કરી ન હતી. ત્યારબાદ ઘણો સમય વિતી ગયો હોવા છતાં તેણે મારા બાકીના રૂપિયા પરત આપ્યા ન હતા અને તેમનુ બીલ ગામે રેસીડન્સી વાળુ મકાન વેચીને પોતાના મુળ સરનામે જતા રહ્યા છે અને અમારો ફોન પણ ઉપાડતા નથી અને બાકી રહેલ પૈસા ૫ણ પરત કરતા નથી અને મારા રૂપિયા 6.61 લાખ  પરત નહી આપી અવનીશકુમાર દિલીપભાઈ પટેલ  મારી સાથે  છેત્તરપીંડી કરી છે.


Google NewsGoogle News