વડોદરાના વેપારી પાસે માલ ખરીદનાર મહેસાણાના ફેક્ટરી માલિકે રૃ.55 લાખનો ચૂનો ચોપડ્યો
વડોદરાઃ વડોદરાના કેમિકલના એક વેપારી પાસે માલ મંગાવી પેમેન્ટ નહિં કરનાર મહેસાણાના ફેક્ટરી માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીના નારાયણ ગાર્ડન ખાતે રહેતા અને સિગ્નેટ પ્લાઝામાં કેમિકલનો વેપાર કરતા એરિક સંજયભાઇ જોષીએ પોલીસને કહ્યું છે કે,મહેસાણામાં પ્રિન્સ કેમ ઇન્ડસ્ટ્રિઝના નામે વેપાર કરતા જયેશ દશરથભાઇ સુથાર(હિલ નગર,રાજકમલ પેટ્રોલપંપ પાસે,મહેસાણા) સાથે પરિચય થતાં તેમણે ૬૦ દિવસની ક્રેડિટ નક્કી કરી મારી પાસે કોસ્ટિક સોડા એલવાય મંગાવતા હતા.
જયેશભાઇએ માલની સામે શરૃઆતમાં સારૃં એવું પેમેન્ટ કર્યું હતું.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ બાકી રહેતી રૃ.૫૫.૭૧ લાખની રકમ ચૂકવતા નથી.તેમનો મોબાઇલ પણ બંધ છે અને જે સરનામે રહેતા હતા ત્યાં રહેતા પણ નથી.જેથી લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.