કલોલમાં જર્મની મોકલવાનું કહીને યુવક સાથે રૃપિયા દસ લાખની છેતરપિંડી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
કલોલમાં જર્મની મોકલવાનું કહીને યુવક સાથે રૃપિયા દસ લાખની છેતરપિંડી 1 - image


કલોલ :  કલોલ શહેર પોલીસ મથકમાં દિનેશભાઈ પસાભાઈ પટેલે કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં રહેતા પુનિતકુમાર જયેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પુનિત તેમનો મિત્ર થતો હોય અને તેઓને વિદેશ ફરવા જવું હોવાથી તેમણે પુનિતને વાત કરી હતી ત્યારે પુનિતે કહેલ કે તમારે જર્મની ખાતે ફરવા જવું હોય તો મને કહેજો મારી પાસે એક પેકેજ છે અને હું તમારા વિઝીટર વિઝા કરાવી આપીશ તેથી મિત્રતાના નાતે ભરોસો મૂકીને તેમણે તેમના પરિવારનો જર્મનીના વિઝીટર  વિઝા નું કામ પુનિત પટેલને આપ્યું હતું જેથી પુનિત પટેલે પહેલ કે  ૪,૦૦,૦૦૦ એડવાન્સ આપવા પડશે જેથી દિનેશભાઈએ પુનિતભાઈએ કહેલ ખાતામાં ચાર લાખ રૃપિયા ભર્યા હતા અને તે પછી તેઓ દિનેશભાઈ ના ઘરે આવ્યા હતા અને તમામ પાંચ જણાના પાસપોર્ટ લઈ ગયા હતા અને તે વખતે દિનેશભાઈએ ફરીથી તેમને રૃપિયા ૬ લાખ આપ્યા હતા તેના થોડા દિવસ બાદ પુનિત દિનેશભાઈ ના ઘરે આવ્યો હતો અને દિનેશભાઈ ને તમામ પાંચ પાસપોર્ટ પરત આપ્યા હતા અને કહેલ કે તમારા તમામના વિઝા થઈ જશે અને ટૂંક સમયમાં  વિઝા આવી જશે તેમ કહીને તે જતો રહ્યો હતો અને વિઝા  આવી જશે ત્યારબાદ વધુ ૫૦ હજાર રૃપિયા આપવાની વાત થઈ હતી અને ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલ એમ્બેસી કચેરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયા હતા અને તમામ પાંચ સભ્યો એ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને તેના અઠવાડિયા બાદ તેમને માલુમ પડયું હતું કે તેમના જર્મનીના વિઝીટર વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે જેથી તેઓએ પુનિત નો સંપર્ક કરતા તે કોઈ યોગ્ય જવાબ આપતો ન હતો જેથી તેઓએ ન્યુ યોર્ક એર ટ્રાવેલ્સ અમદાવાદ નો સંપર્ક કરી માહિતી મેળવતા માલુમ પડયું હતું કે પુનિત પટેલે તેમના  વિઝા પેકેજ બાબતે કોઈ રકમ જમા કરાવી ન હતી જેથી તેઓ પુનિતના પાસે પહોંચ્યા હતા અને તેઓએ આપેલા  ૧૦,૦૦,૦૦૦ પરત માંગ્યા હતા પણ તે રૃપિયા પરત આપતો નહોતો જેથી તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News