પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને 80 હજારની છેતરપિંડી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને 80 હજારની છેતરપિંડી 1 - image


- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહીને 80 હજાર પડાવી લેનાર ભેજાબાજ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા દંપતીને મકાન આપવાનું કહી રૂપિયા 80 હજાર પડાવ્યા છતાં મકાન  અપાવ્યું ન હતું. વારવાર ફોન કરવા છતાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. મકાનના બુકિંગ પેટે આપેલો ચેક પોતાના ખાતામાં જમા કરાવી રૂપિયા ચાંઉ કરી દીધા હતા. ભોગ બનનાર મહિલાએ ઠગ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના અટલાદરા માધવ નગર ઉડાના મકાનમાં રહેતા ઉષાબેન યોગેશભાઇ વણકર ઘરકામ કરી છે. તેઓએ ફરિયાદ નોંધાવી છે કે મારા પતિ ભાયલી ખાતે સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.ઓગસ્ટ 2023માં મારા પતિના નોકરીના સ્થળે દિગેશ સુરેશભાઇ રાઠોડ ( મુળ રહે. હરીરસ્મૃતિ બંગ્લોઝ, સ્વામિનારાય ણ મંદિર પાછળ, કરમસદ, આણંદ હાલ  તુલજા સોસાયટી, તા.પાદરા, જિ.વડોદરા)નો બેસવા માટે અવાર-નવાર આવતો હતો. તેની સાથે મારા પિતને ઓળખાણ થતા દિગેશ રાઠોડે મારા પતિને જણાવ્યું કે મારે પ્રધાનમંત્રી આવાસ યોજનામા મકાનની વહેંચણી કરતા અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે. તમારે કોઇને મકાન જોઇતુ હોય તો મને કહેજો સરનામાં અપાવીશ. મારા પતિએ ઘરે આવી મને વાત કરતા અમને પોતાનુ ઘર ખરીદવાની ઇચ્છા હોય મેં મારા પતિને મકાન લેવા જણાવતા તેમણે પણ સંમતિ બતાવી હતી. જેથી દિગેશને વાત કરી કે, અમારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવું છે તો દિગેશ રાઠોડે  તમને હું 100% મકાન અપાવીશ તેમ કહી મકાન બુર્કીંગ માટે થોડા પૈસા એડવાન્સ પેટે આપવા પડશે.જેથી મારા પતિએ અમારા ઘરે 5 હજાર રોકડા દિગેશ રાઠોડને એડવાન્સ પેટે આપ્યા હતા. ત્યારબાદ તેણે ગઇ  ઘરે આવીને પ્રધાનમંત્રી આવા સ યોજનાના મકાન લેવા માટે તમારે ગુજરાત હાઉસીંગ બોર્ડ વડોદરા EWSEWSના નામનો રૂ.75 હજારનો ચેક આપવાનો રહેશે તેમ કહેતાં મારા બેન્ક ખાતાનો રૂ.75 હજારનો બનાવી દિગેશને અને બીજા બે બ્લેન્ક ચેક મારી સહીઓ વાળો અમારી પાસેથી દિગેશે લીધો હતો. અમારી પાસેથી  મકાનનો ભાડા કરારોને પાસ કરાવવા માટે લીધા હતા.અમે દિગેશ રાઠોડને આપેલ બે બ્લેન્ક ચેક પૈકી એકમા રૂ.75 હજાર ભરી તેના વ્યક્તિગત ખાતામા એકાઉન્ટ પેથી જમા કરાવી દિધો હતો.ત્યારબાદ દિગેશ રાઠોડે મારા પતિના નોકરીના સ્થળે આવવાનુ બંધ કરી દીધુ અને મારા પતિનો ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.ત્યારબાદ તેના સરનામે અમોએ તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. જેથી દિગેશ રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં મકાન અપાવવાનું કહી રૂ.80 હજાર મેળવી મકાન કે રૂપિયા આજદિન સુધી પરત નહિં આપી અમારી સાથે છેતરપિંડી કરી છે.


Google NewsGoogle News