કલોલમાં મહિલાના ડોક્યુમેન્ટના આધારે લોન લઈને છેતરપિંડી : ત્રણ સામે ફરિયાદ
મહિલાએ લોન લેવા માટે પડોશીને આપેલાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ત્રણ જણાએ ભેગા મળીને ત્રણ લોન
કરી હતી
કલોલ : કલોલમાં રહેતી મહિલાને પૈસાની જરૃરિયાત ઊભી થતા તેણે પ્રધાનમંત્રી મુદ્રામાંથી લોન લેવા માટે વિચાર કર્યો હતો અને પડોશીને વાત કરતા તેણે લોન કરાવવાનું કહીને કાગળિયા મેળવી લીધા હતા ત્યારબાદ આ કાગડિયા ના આધારે મહિલાનું દહેગામમાં આવેલ બેંકમાં ખાતું ખોલીને લોન કરાવી દીધી હતી મહિલા બેંકમાં જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું જેથી તેણે પોતાના પાડોશી તથા બેંક મેનેજર અને એક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર નીતાબેન મિલનકુમાર શાહ રહે
અમીકુંજ સોસાયટી ટેકનિકલ સ્કૂલની સામે કલોલ વાળાને નાણાંની જરૃરિયાત ઊભી થતા તેમણે
પ્રધાનમંત્રી મુદ્રા લોનમાંથી લોન મેળવવા માટે નો વિચાર કર્યો હતો અને તે બાબતે
તેમણે તેમના પડોશી નિલેશભાઈ અંબાલાલ પટેલને વાત કરી હતી જેથી નિલેશભાઈએ લોન કરાવી
દેશે તેઓ વિશ્વાસ આપ્યો હતો અને તેમની પાસેથી તેમના જરૃરી ડોક્યુમેન્ટ લીધા હતા
ત્યારબાદ મહિલાના પતિના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો અને તમે લોન માટે અરજી કરી છે
તેનો ઓટીપી આવશે તે તમારે આપવાનો છે તેમ કહેતા તેઓએ આપ્યો હતો ત્યારબાદ લોન માટે
કોઈ કાર્યવાહી નહીં થતા તેઓ કલોલમાં આવેલા એક ખાનગી બેંકમાં લોન મેળવવા સારું ગયા
હતા ત્યારે બેંકના કર્મચારીએ તેમનું સીબિલ ચેક કરતા મહિલાના નામે હોમ લોન તથા એક
ટોપ અપ લોન અને તે સિવાય એક પ્રધાનમંત્રી મુદ્રા લોન ચાલતી હોવાનું સામે આવ્યું
હતું જેથી મહિલા ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા માલુમ પડયું
હતું કે સાણોદા તાલુકો દેહગામ ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં તેમના નામે એકાઉન્ટ
ખોલવામાં આવ્યું હતું અને આ એકાઉન્ટમાં ૯,૫૦,૦૦૦ ની લોન કરાવવામાં
આવી હતી તેમાં લોન પેટે બે હપ્તા પણ જમા કરાવવામાં આવ્યા હતા. પોતાની સાથે
છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તેમના પડોશી નિલેશભાઈ અંબાલાલ પટેલ અને
લોનનું કામકાજ કરતા દિલીપકુમાર બનારસીલાલ તથા બેન્ક ઓફ ઇન્ડિયા સાણોદા શાખાના
મેનેજર તોસીફ ભાઈ મોહમ્મદ હનીફ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને
તપાસ હાથ ધરી છે.