ફતેગંજના વેપારી પાસે 65 લાખના મોબાઇલ મંગાવી અમૃતસરના વેપારીઓએ ચૂનો ચોપડ્યો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ફતેગંજના વેપારી પાસે 65 લાખના મોબાઇલ મંગાવી અમૃતસરના  વેપારીઓએ ચૂનો ચોપડ્યો 1 - image

વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં મોબાઇલ શોપ ધરાવતા વેપારી પાસે રૃ,૬૫ લાખની કિંમતના મોબાઇલ મંગાવનાર અમૃતસરના બે વેપારીઓએ પેમેન્ટ નહિં આપી છેતરપિંડી કરતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફતેગંજની નીલટેરેસ સોસાયટીમાં રહેતા અને નરહરી હોસ્પિટલ નજીક કેમ્સ કોર્નર બિલ્ડિંગમાં મોબાઇલ શોપ ધરાવતા મો.મતીન એહમદ કાદરીએ કહ્યું છે કે,મોબાઇલનો વેપાર કરતા અમૃતસરના વિશાલ મહાજન અને વિનય ઢીંગરા સાથે અગાઉ પરિચય થયા બાદ પાંચેક વાર તેમની પાસે મોબાઇલ મંગાવ્યા હતા.

થોડાસમય પહેલાં મેં વોટ્સએપ ગુ્રપમાં એમઆઇના ફોનનો સ્ટોક હોવાનો મેસેજ મૂકતાં અમૃતસરના બંને વેપારીએ મારો સંપર્ક કરી ફોન મંગાવતા મેં રૃ.૬૫.૬૨ લાખની કિંમતના કુલ ૩૦૮ ફોન મોકલ્યા હતા.પરંતુ ત્યારબાદ પેમેન્ટ માટે તેમણે વારંવાર વાયદા કરતાં હું અમૃતસર પણ ગયો હતો.જેથી તેમણે રૃ.૧૪.૯૬ લાખના ૬૮ ફોન પાછા મોકલ્યા હતા.પરંતુ બાકીના રૃ.૫૦.૬૬ લાખના ૨૪૦ ફોન હજી પરત કર્યા નથી કે તેનું પેમેન્ટ પણ કર્યું નથી.

સયાજીગંજ પોલીસે આ ફરિયાદને આધારે બંને વેપારી સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News