જીપીઓમાં ફ્રેન્કિંગ મશીન છેલ્લા ચાર મહિનાથી બંધ

ટિકિટો ચોંટડાવાની ઝંઝટ વધી ગઇ : ટિકિટોનો ઉપાડ વધતા ટિકિટોની અછત રહે છે; વારંવાર લાઇનમાં ઊભા રહેવું પડે છે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
જીપીઓમાં ફ્રેન્કિંગ મશીન છેલ્લા ચાર મહિનાથી બંધ 1 - image

વડોદરા,વડોદરા જીપીઓ (જનરલ પોસ્ટ ઓફિસ)માં ફ્રેન્કિંગ મશીન છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે, જેના કારણે જીપીઓમાં આવતા ગ્રાહકોને ખૂબ મુશ્કેલી પડે છે અને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે.

એક ગ્રાહકના કહેવા મુજબ ફ્રેન્કિંગ મશીન ચાલુ હોય તો એક સાથે ૨૦ કવર લઇને જઇએ ત્યારે કવરના વજન મુજબ મશીનમાં ટિકિટનો આંકડો ટાઇપ કરતા અને નીચે કવર મુકતા તરત જ ટિકિટના આંકડા સાથે કવર મશીનમાંથી બહાર નીકળે છે એટલે કે ટિકિટ ચોંટાડવાની ઝંઝટ જ રહેતી નથી. હવે ફ્રેન્કિંગ મશીન બંધ હોવાથી કંપનીની એક સાથે ૨૦ ટપાલ લઇને જઇએ એટલે પાંચ-પાંચ ટપાલ જ કાઉન્ટર પર લેવાય છે. ગ્રાહકને વારંવાર લાઇનમાં ઊભા રહેવું પડે છે. ફ્રેન્કિંગ મશીન બંધ હોવાથી ટિકિટોનો ઉપાડ વધુ રહે છે. ટિકિટો ઓછી છપાવાતી હોવાથી ટિકિટોની અછત રહે છે, અને ઘણીવાર ટિકિટો મળતી નથી. જાણવા મળ્યા મુજબ ફ્રેન્કિંગ મશીનના ઓપરેશન માટે અગાઉ ટેન્ડર મગાવ્યું હતું, પરંતુ કોઇએ ભર્યું ન હતું. બીજે સ્થળે પણ ફ્રેન્કિંગ મશીન બંધ હોવાથી ગ્રાહકોને તકલીફ પડી રહી છે. પોસ્ટનું કામ ઝડપથી પૂર્ણ થાય અને ગ્રાહકનો સમય ન બગડે તે માટે ફ્રેન્કિંગ મશીન વેળાસર ચાલુ કરવા માગ ઊઠી છે.


Google NewsGoogle News