હરણી-સમા લિન્ક રોડ પર મધરાતે ફટકાડા ફોડતા ચાર મિત્રો પકડાયા,500 હવાઇઓ કબજે
વડોદરાઃ શહેરમાં રાતે દસ વાગ્યા પછી ફટાકડા ફોડનાર ચાર મિત્રોને હરણી પોલીસે ઝડપી પાડી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી.
મોડી રાતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.જેનો અમલ કરવા માટે ડીસીપી પન્ના મોમાયાએ તેમના ઝોન હેઠળના પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન હરણી-સમા લિન્ક રોડ પર વિશ્વામિત્રી બ્રિજ પાસે ગઇકાલે મધરાત પછી કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હોવાથી હરણી પોલીસની વાન પહોંચી હતી અને ચાર યુવકોને ઝડપી પાડી તેમની પાસેથી રૃ.૯૦૦ ની કિંમતની ૫૦૦ નંગ હવાઇ અને રૃ.૫૫૦ ની કિંમતના મલ્ટિ કલર શોટ કબજે કર્યા હતા.
પોલીસે પકડેલાઓમાં(૧) સુમિત મહાદેવભાઇ પટેલ(મિનાત)(મેપલવ્યૂઝ ફ્લેટ્સ,નિઝામપુરા પોસ્ટ ઓફિસ પાસે) (૨) આદિત્ય પપ્પીભાઇ સતાણી(બાલાજી વિહાર,મહેશ કોમ્પ્લેક્સ પાસે,વાઘોડિયારોડ) (૩) શ્રીયાંસ પૂર્વેશભાઇ પંડયા(ભાઉકાળેની ગલી,રાવપુરા) અને (૪) ધૈર્ય પ્રજ્ઞોશભાઇ કોઠારી(રાજેશ્વર એન્કલેવ,વાલમ હોલ પાસે,હરણીરોડ)નો સમાવેશ થાય છે.