વિસર્જન યાત્રામાં દારૃનો નશો કરીને આવેલા ચાર ઝડપાયા
પાણીગેટ સાર્વજનિક યુવક મંડળના શ્રીજીની વિસર્જન યાત્રા સમયે પકડાયા
વડોદરા,પાણીગેટ સાર્વજનિક યુવક મંડળના શ્રીજીની વિસર્જન યાત્રામાં દારૃનો નશો કરીને આવેલા ચાર નશેબાજો સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં હતો. તે સમયે મળસ્કે ચાર વાગ્યે પાણીગેટ સાર્વજનિક યુવક મંડળના ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે લઇને મંડળના લોકો આવ્યા હતા. યાત્રામાં સામેલ કેટલાક લોકો મોટે મોટેથી બૂમો પાડતા હતા. તેઓએ દારૃનો નશો કર્યો હોવાની શંકા જતા પોલીસે ચેક કરતા (૧) કમલેશ શીતલભાઇ કહાર (૨) વિશાલ રાજેન્દ્રભાઇ કહાર (૩) મિહીર સુનિલભાઇ કહાર ( ત્રણેય રહે. કહાર મહોલ્લો, પાણીગેટ) તથા (૪) નિરજ મનોજભાઇ કહાર ( રહે. કહાર મહોલ્લો, ચાંપાનેર દરવાજા) એ દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે ચારેયની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.