કિશનવાડીમાં પોલીસને જોતાં જ જુગારીયાઓની નાસભાગ,ચાર પકડાયાઃસ્કૂટર છોડીને ભાગેલા બે ની શોધખોળ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
કિશનવાડીમાં પોલીસને જોતાં જ  જુગારીયાઓની નાસભાગ,ચાર પકડાયાઃસ્કૂટર છોડીને ભાગેલા બે ની શોધખોળ 1 - image

વડોદરાઃ કિશનવાડી વિસ્તારમાં પોલીસને જોતાં જ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી અને ચાર જણા પકડાઇ ગયા હતા.

કિશનવાડી વુડાના મકાન સામે ગ્રાઉન્ડમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો. પોલીસને જોતાં જ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી.જે દરમિયાન ચાર જણા પકડાઇ જતાં પોલીસે દાવ પરના રૃ.૨૦,૬૦૦ અને ૩ મોબાઇલ કબજે કર્યા હતા.જ્યારે,ત્રણ ટુ વ્હીલર પણ કબજે કર્યા હતા.જે પૈકી બે ટુવ્હીલર ભાગી ગયેલા બે યુવકના હોઇ તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસે પકડેલાઓમાં(૧) મુકેશ નાનજીભાઇ ગઢવી(બનકરદાદા ચાલી, વારસીયા  રિંગરોડ)(૨) પવન આનંદરાવ શીરસાઠ(ઝંડોચોક,કિશનવાડી)(૩) શુભમ જયંતિભાઇ રાજપૂત(વુડા મકાન,કિશનવાડી) અને (૪) શૈલેષ નારાયણભાઇ રાઠોડ(શાંતિ નગર,આજવારોડ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News