Get The App

બાજવા ચેકપોસ્ટ નજીક ખેતરમાં દારૃની મહેફિલ માણતા ચાર ઝડપાયા

દારૃની એક બોટલ અને બિયરનું એેક ટીન કબજે કરતી પોલીસ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
બાજવા ચેકપોસ્ટ નજીક ખેતરમાં દારૃની મહેફિલ માણતા ચાર ઝડપાયા 1 - image

 વડોદરા,બાજવા ચેક પોસ્ટ પાસે ખુલ્લા ખેતરમાં દારૃની મહેફિલ માણતા ચાર મિત્રોને છાણી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ચારેય નશેબાજો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છાણી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે , બાજવા ચેકપોસ્ટ પાસે અલ્લા રખ્ખા મમરાની દુકાન ની બાજુમાં ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા ચાર નશેબાજો મહેફિલ માણતા મળી આવ્યા હતા. તેઓના હાથમાં ગ્લાસ  હતા. પોલીસને સ્થળ પરથી દારૃની એક બોટલ તથા બિયરનું ટીન મળી આવ્યા હતા. પોલીસે ચારે નાશેબજો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા નશેબજોમાં(૧) તુષાર કૌશિકભાઈ ટેલર (રહે. સ્વામિનારાયણ સોસાયટી સાકરદા ગામ)(૨)  હેમંત રણજીતભાઈ ગોહિલ (૩)  અમરિશ નટુભાઈ રાજપુત ( બંને રહે.વાસણા કોતરિયા ગામ તા.વડોદરા) તથા (૪) ઠાકોર પ્રતાપભાઈ ગોહિલ (રહે. રવાલ ગામ તાલુકો વાઘોડિયા) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News