વડોદરામાં કેલ્વિન ક્લિન અને હુગો બોસ કંપનીના ડુપ્લીકેટ કપડા વેચનાર ચાર વેપારીની અટકાયત
image : Freepik
વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર
વડોદરા શહેરમાં કેલ્વિન ક્લિન અને હુગો બોસ કંપનીના ડુપ્લીકેટ કપડાઓનું વેચાણ કરનાર વેપારીઓને ત્યાં દરોડો પડી 1.52 લાખ ઉપરાંતના ડુપ્લીકેટ માલ જપ્ત કર્યો હતો. પોલીસે ચાર વેપારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેલ્વિન ક્લિન અને હુગો બોસ કંપનીનો ડુપ્લીકેટ માલનું વડોદરા શહેરમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી નેત્રિકા કન્સલ્ટિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને મળી હતી. જેના આધારે કંપનીના માણસ દ્વારા એલસીબી ઝોન 2ની ટીમને સાથે રાખીને વાસણા રોડ ઉપર આવેલા તક્ષ કોમ્પ્લેક્સ પાસે ધ એપ્રલ નામની દુકાનમાં તપાસ કરતા કેલ્વિન ક્લિન અને હુગ્ગો બોસ કંપનીના ડુપ્લીકેટ મારકા વાળા પેન્ટ શર્ટ અને ટી શર્ટ મળી આવ્યા હતા. જેથી કેલ્વિન ક્લીન કંપનીના ડુપ્લીકેટ 1.31 લાખના કપડાં સાથે દુકાનના માલિક દીપેશ શંકરલાલ શાહને ઝડપી પાડયો હતો તેવી જ રીતે તાંદલજા વિસ્તારમાં આવેલી એડો નામની દુકાનમાં એકાએક ચેકિંગ કરતા બંને કંપનીના 31 હજારના ડુપ્લીકેટ માર્કા વાળા કપડા મળી આવતા સંચાલક સલમાન યાકુબ પટેલની અટકાયત કરી હતી.
ત્યારબાદ ઓલ્ડ પાદરા રોડ અનન્યા કોમ્પ્લેક્સમાં મકાનમાં અને અકોટા વિસ્તારમાં ડ્યુટી નામની દુકાનમાંથી પણ એલ્વિન ક્લિન અને હુગ્ગો બોસ કંપનીના 21 હજારના ડુપ્લીકેટ માર્કાવાળા કપડા મળી આવ્યા હતા. બની દુકાનના માલિક વિનોદ તારાચંદ અગ્રવાલ અને જાવેદ દાઉદ પટેલને ઝડપી પાડ્યા હતા. નેત્રિકા કન્સલ્ટિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ઇન્વેસ્ટિગેટિંગ અને ડિટેક્ટિવ અધિકારી તરીકે ફરજ બજાવતા મેહુલ હરિશ્ચંદ્ર ધોલેએ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે બંને કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર ચારે વેપારીઓની અટકાયત કરી 1.52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની હાથ ધરી છે.