લોદરામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
માણસા : માણસા તાલુકાના લોદરા ગામે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે રોડ પર નીચે બેસી જુગાર રમી રહેલા ચાર ઈસમોને ૫૪૪૦ રૃપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા.. આ તમામ વિરુદ્ધ જુગારધારા ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના
લોદરા ગામે ઘીકાંટા વિસ્તારમાં આરસીસીના રોડ પર નીચે બેસી સ્ટ્રીટ લાઈટના અજવાળે
કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે જે
બાતમી આધારે પોલીસે લોદરા ગામે જઈ દૂરથી જોતા અહીં થાંભલા નીચે રોડ પર બેસી જુગાર
રમી રહેલા ચાર ઈસમોને કોર્ડન કરી ઝડપી લઇ પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ(૧)
ઉમેશકુમાર દિલીપભાઈ સોની રહે.ખાડીયા વિસ્તાર(૨) ત્રિભાભાઈ કાનજીભાઈ પરમાર રહે.
હનુમાન રોડ(૩) રાયાભાઈ ઉર્ફે સુરેશભાઈ કરસનભાઈ ઠાકોર રહે.નવા કાછલા અને(૪)
ચંદ્રકાંતભાઈ દીનેશભાઈ પરમાર રહે.ભીમરાવનગર તમામ લોદરા હોવાનું જણાવ્યું હતું અને
તેમની અંગજડતી કરતા તેમની પાસેથી ૪૮૯૦ રૃપિયા રોકડા અને દાવ પર મુકેલ ૫૫૦ રૃપિયા
મળી કુલ ૫૪૪૦ ની રોકડ સહિતનો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ
માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.