પેટલાદમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, બે ફરાર

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
પેટલાદમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, બે ફરાર 1 - image


ગોલવાડ વિસ્તારમાં દરોડો 

રૃ.૧,૬૮૦ કબજે લઈ તમામ સામે ગુનો દાખલ કર્યો

આણંદ: પેટલાદના ગોલવાડ વિસ્તારમાં પેટલાદ શહેર પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા ચાર શખ્શોને ઝડપી પાડયા હતા. જ્યારે બે શખ્શો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

પેટલાદના ગોલવાડ વિસ્તારમાં કેટલાક શખ્શો એકત્ર થઈ પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગુરૃવારે રાત્રે ગોલવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો. ત્યારે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમી રહેલા શખ્શોમાં નાસભાગ મચી હતી.  જો કે પોલીસે કોર્ડન કરીને વિજયભાઈ ગોવિંદભાઈ રાણા, મનીષભાઈ શાંતિલાલ રાણા, નવીનભાઈ વિષ્ણુભાઈ રાણા અને વિરલ અરવિંદભાઈ રાણાને પકડી પાડયા હતા. જ્યારે અજય મહેશભાઈ રાણા અને ભાવિન યોગેશભાઈ રાણા નાસી છૂટયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્શોની અંગજડતી અને દાવ પરથી મળી રોકડા રૃા.૧,૬૮૦ કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News