Get The App

દેલવાડ પાસેની હોટલ પર જમવાનું ન મળતા મેનેજરને ચાર શખ્સોએ મારમાર્યો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
દેલવાડ પાસેની હોટલ પર જમવાનું ન મળતા મેનેજરને ચાર શખ્સોએ મારમાર્યો 1 - image


માણસા :  ગાંધીનગર મહુડી હાઇવે પર આવેલ દેલવાડ ગામ પાસેની નટરાજ હોટલમાં મેનેજર તરીકે મહેશભાઈ પુરુષોત્તમદાસ પ્રજાપતિ હોટલનું કામકાજ પૂરું કરી કાઉન્ટર પર હોટલ બંધ કરીને બેઠા હતા તે વખતે માણસા તાલુકાના લીંબોદરા ગામે રહેતો બીટ્ટુ કનકસિંહ ચાવડા તથા તેનો મિત્ર બે જણા આવ્યા હતા અને જમવાનું માગ્યું હતું જેથી મેનેજરે હોટલ બંધ થઈ ગઈ હોવાથી જમવાનું મળશે નહીં તેવું કહેતા આ બંને એ ગાળા ગાળી કરી હતી જેથી મેનેજર તથા સિક્યુરિટી ગાર્ડે આ બંનેને હોટલની બહાર મોકલી દીધા હતા જે બાદ બીટ્ટુ તથા તેના ત્રણ સાગરીતો વાહનો સાથે ફરીથી હોટલ પર આવી મેનેજર તેમજ સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળા ગાળી કરી ગાડદાપાટુનો માર મારવા લાગ્યા હતા તો આ વખતે ભારે હોબાળો થતા હોટલનો સ્ટાફ પણ દોડી આવતા હુમલાખોર ચારે શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા જે બાબતે માણસા પોલીસે ગુનો  નોંધ્યો છે.


Google NewsGoogle News