Get The App

રસ્તા ઉપરથી ગાડી હટાવવાનું કહેતા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
રસ્તા ઉપરથી ગાડી હટાવવાનું કહેતા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો 1 - image


ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં

હુમલો કરનાર વિદ્યાર્થી કર્ણાવતી યુનિવર્સિટીનો હવાનું બહાર આવ્યું : અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં રોડ ઉપરથી ગાડી હટાવવાનું કહેવાતા અદાવત રાખીને યુવાન ઉપર કાર ચાલક અને તેના ત્રણ મિત્રોએ હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઉવારસદ ગામમાં રહેતા અને ત્રિમંદિર પાસે પાન પાર્લર ચલાવતા દિવ્યેશ હિતેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તે ઉવારસદ ગામમાંથી પસાર થતો હતો તે દરમિયાન સેન્ટ્રલ બેન્ક નજીક એક કાર રોડની વચ્ચોવચ ઉભી હતી. જેના પગલે તે કાર ચાલકને કાર સાઈડમાં કરવા કહ્યું હતું. જેથી કરીને બીજા માણસો અહીંથી અવર-જવર કરી શકે. જો કે કાર ચાલક તેની ઉપર ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે ગાડી તો સાઈડમાં નહીં હટે, તું આગળ આવ તેમ કહેવા લાગ્યો હતો. ત્યારબાદ દિવ્યેશ બાઇક લઈને આગળ જવાં નીકળી ગયો હતો તે દરમિયાન બીએસ પટેલ હાઇસ્કુલ નજીક ત્રણ શખ્સો કાર લઈને આવ્યા હતા અને ત્યારબાદ ધમકી આપનાર કારચાલક યુવાન પણ તેની કાર લઈને તે આવ્યો હતો અને દિવ્યેશને કહ્યું હતું કે શું હતું તારે તેમ કહી ગાળા ગાળી કરીને આ ચારે જણા માર મારવા લાગ્યા હતા અને લોખંડના પંચથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેનો મિત્ર આવી જતા વધુ મારમાંથી બચાવ્યો હતો. જો આ ચાર શખ્સો કાર લઈને ત્યાંથી નીકળી ગયા હતા. હુમલો કરનાર યુવાન કર્ણાવતી યુનિવસટીનો વિદ્યાર્થી સાહિલ હોવાનું બહાર આવ્યું હતું જેથી આ મામલે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 


Google NewsGoogle News