Get The App

લિફ્ટના શાફ્ટનું ધાબું તૂટવાની ઘટનામાં ઘોઘંબા તાલુકાના વાવકુંડલીના ચારના મોત

એક જ ગામના ચાર યુવાનોના મોતની ઘટનાને પગલે ગામમાં શોક

Updated: Sep 14th, 2022


Google NewsGoogle News
લિફ્ટના શાફ્ટનું ધાબું તૂટવાની ઘટનામાં ઘોઘંબા તાલુકાના વાવકુંડલીના ચારના મોત 1 - image

ગોધરા-હાલોલ તા.૧૪ અમદાવાદમાં લિફ્ટના શાંફ્ટનું ધાબુ તૂટી જવાની ઘટનામાં કુલ સાત શ્રમિકોના મોતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામના ચાર યુવાનોના મોતથી આ નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાત યુનિવસટી પાસે નવી બંધાતી એક્સપાયર ટુ નામની બિલ્ડિંગમાં આજે સેંટરિંગના કામ દરમિયાન સાતમા માળેથી અચાનક લિફ્ટ તૂટતા ઉપરથી નીચે પટકાતા સાત શ્રમિકોના કરૃણ મોત નિપજ્યા હતાં. આ ઘટનામાં સાત પૈકી પાંચ શ્રમિકો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામના ચાર શ્રમિકો હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદની ઘટનામાં મૃતકોની ઓળખ થયા બાદ તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી જેના પગલે મૃતકોના પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની ખબર પડી હતી. બીજી બાજુ અમદાવાદથી ચારેય યુવાનોના મૃતદેહો આવ્યા બાદ આવતીકાલે ચારેયની અંતિમવિધિ કરવામાં આવશે તેમ  જાણવા મળ્યું છે.

ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામના કુલ ચાર યુવાનોના મોતના  પગલે ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. મૃતકોના ઘરોમાં રોકકળ ચાલુ થઇ ગઇ હતી.




Google NewsGoogle News