Get The App

જાહેરમાં કેક કાપીને ઉજવણીના કેસમાં વધુ ચાર યુવકની ધરપકડ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
જાહેરમાં કેક કાપીને ઉજવણીના કેસમાં વધુ ચાર યુવકની ધરપકડ 1 - image


આણંદ પાસેના વિદ્યાનગરમાં રૂદ્વાક્ષ કોર્નર પાસે 

જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે અગાઉ ચાર શખ્સોને પકડી પાડયા હતા  

આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના રૂદ્રાક્ષ કોર્નર નજીક ૧૨ દિવસ અગાઉ રાત્રિના સુમારે જાહેર રોડ પર છરી વડે કેક કાપી આતશબાજી કરી ઉજવણી કરવાના બનાવમાં વિદ્યાનગર પોલીસે ગુનો નોધી ચાર યુવકોની ધરપકડ કર્યા બાદ ગતરોજ મુખ્ય સૂત્રધાર સહિતના ચાર યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 આણંદ પાસેના વિદ્યાનગર ખાતે રહેતા રોહિત ભરતભાઈ બામ્બાનો ઘર તારીખ છઠ્ઠી નવેમ્બરના રોજ જન્મદિવસ હોવાથી રોહિત બામ્બા તથા તેના મિત્રોનું એક જૂથ વિદ્યાનગરના રુદ્રાક્ષ કોર્નર નજીક એકત્ર થયું હતું અને મોડી રાત્રિના સુમારે જાહેર માર્ગ ઉપર એક સાથે ૧૦ જેટલી કેક મૂકી છરી વડે કાપી હતી. તેમજ જાહેરમાં આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

 જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિદ્યાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી જાહેરમાં બર્થ ડે ની ઉજવણી કરનાર યુવકોની વિડીયો ના આધારે ઓળખ કરી બાથાભાઈ ઉર્ફે ડાકરો લાખાભાઈ ભરવાડ, ભરત ઉર્ફે બિજલી પેથાભાઇ સોલંકી, ધુ્રવ હિતેશભાઈ પટેલ અને ચેતન ઉર્ફે રોહન સુરેશભાઈ રાઠોડને ઝડપી પાડયા હતા.જ્યારે રોહિત ભરતભાઈ બાંબા, સુરેશ દાનાભાઈ ભરવાડ સહિત વીડિયોમાં દેખાતા અન્ય યુવકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

 દરમિયાન ગતરોજ પોલીસે વીડિયોમાં દેખાતા અન્ય યુવકો પૈકી મુખ્ય સૂત્રધાર રોહિત ભરતભાઈ બામ્બા, હરીશભાઈ પુરુષોત્તમભાઈ પરમાર, રાહુલ હકુભાઇ બામ્બા તથા સીમાભાઈ મધુભાઈ ભરવાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News