અંગ દઝાડતી આકરી ગરમીમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ચારના મોત
સાવલીની આઇ.ટી. કંપનીના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું : બે શ્રમજીવી ચક્કર આવતા ઢળી પડયા
વડોદરા, આઇ.ટી.કંપનીમાં નોકરી કરતા ૪૬ વર્ષના આધેડનું ગઇકાલે રાતે મોત થયું હતું. છાતીમાં દુખાવાનું જણાવનાર આધેડનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં અંગ દઝાડતી ગરમીમાં ૪ લોકોના મોત થયા છે. જોકે, ગરમીના કારણે જ મોત થયું છે કે કેમ ? તે અંગેનું સ્પષ્ટ કારણ પી.એમ. થયા પછી જ જાણી શકાશે.
અટલાદરા વસાવા મહોલ્લામાં રહેતા ૩૫ વર્ષના નવિન મથુરભાઇ વસાવા મજૂરી કામ કરતો હતો. ચાર મહિના પહેલા તેેને ખેંચ આવતા તેની દવા ચાલુ હતી. ત્યારબાદ સારૃં થઇ જતા દવા બંધ કરી દીધી હતી. ગઇકાલે બપોરે ફરીથી તેને તાવ સાથે ખેંચ આવી હતી. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
જાંબુવા બાયપાસ હાઉસિંગમાં રહેતા ૬૩ વર્ષના શાંતાબેન જશુભાઇ મકવાણા છેલ્લા અઠવાડિયાથી બીમાર હતા. ગઇકાલે ઘરે જ બેભાન થઇને ઢળી પડયા હતા. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.
છાણી દુમાડ રોડ યોગી ગ્રીન રેસિડેન્સીમાં રહેતા ૪૭ વર્ષના પીટર એસ. સેમ્યુઅલ છેલ્લા છ મહિનાથી વાઘોડિયા ખટંબા રોડ અક્ષય આશ્રયમાં રહેતો હતો. સાવલીની આઇ.ટી. કંપનીમાં નોકરી કરતા પીટરની પત્ની પિયર ગઇ હતી. ગઇકાલે પત્નીએ રાતે કોલ કર્યો ત્યારે પીટરે કહ્યું કે, મને સારૃ ંલાગતું નથી. છાતીમાં દુખે છે. સૂઇ જઉં છું. ત્યારબાદ બીજ ે દિવસે સવારે પત્નીએ કોલ કરતા પીટરે કોલ રિસિવ કર્યો નહતો. જેથી, પત્ની તુરત જ ઘરે આવી હતી. દરવાજો બંધ હોય તોડીને અંદર જઇને જોતા પતિ પીટર બેડ પર હતો. તેનું મોત થયું હતું. તેની લાશ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું છે.