સામૂહિક આપઘાતની કોશિશના કેસમાં ચાર વ્યાજખોરો જેલમાં
વ્યાજખોરો મહિનાના અંતમાં કડક ઉઘરાણી કરી ધમકી આપતા હતા
વડોદરા,તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર ચાર વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયા હતા. પોલીસે આજે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
તરસાલી ગંગાસાગર ચાર રસ્તા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે ૨૦ ટકાનું વ્યાજ વસુલવાની તેમજ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા જે.એન.પરમારે આ ગુનામાં સામેલ (૧) પરેશકુમાર બળદેવભાઇ પ્રજાપતિ ( રહે. શ્રીનાથજી પાર્ક સોસાયટી, મકરપુરા) (૨) ધર્મા કંદુભાઇ સ્વામી ( રહે. રાજીવ નગર, મકરપુરા એરફોર્સની પાછળ) (૩) જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર ( રહે. ખટંબા અર્બન રેસિડેન્સી, વાઘોડિયા ચોકડી) તથા (૪) રાજેશ કિશનચંદ સહાની (રહે. નિર્મલ નગર સોસાયટી, અકોટા)ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી ચેતન સોનીના ચેક કબજે કર્યા હતા.