અણખોલ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લાખનો મુદ્દામાલ જપ્ત
Image Source: Freepik
વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
વડોદરા તાલુકાના અણખોલ ગામેથી પસાર થતાં પીકપ વાનમાંથી રૂ.96,000નો વિદેશી શરાબ મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો અને વિદેશી શરાબ, વાહન અને એક મોબાઇલ ફોન મળી રૂ. 4,01,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. અન્ય બે સામે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા તાલુકાના અણખોલ ગામે ગત રાત્રે 11 વાગ્યે મંજુસર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન પસાર થતાં એક પીકપ વાનમાંથી રૂ.96,000નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. તેથી પોલીસે વિદેશી શરાબ, વાહન અને એક મોબાઇલ ફોન મળી રૂ. 4,01,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને છોટાઉદેપુર જિલ્લાના ચીલરવાટ ગામના ડ્રાઇવર સુનિલ લાલિલાભાઇ નાયકાની ધરપકડ કરી હતી ઉપરાંત દારૂ નો જથ્થો મંગાવનાર અને રાકેશ નામના અન્ય એક યુવક મળી બે સામે કાર્યવાહી હાથ ધરી છે.