Get The App

ગોલ્ડન ચોકડી પાસે કોર્પોરેશનની ટીમ પર હુમલાના બનાવમાં ચાર પશુપાલક પકડાયા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ગોલ્ડન ચોકડી પાસે કોર્પોરેશનની ટીમ પર હુમલાના બનાવમાં ચાર પશુપાલક પકડાયા 1 - image

વડોદરાઃ રખડતા ઢોરો પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ગોલ્ડન ચોકડી નજીક હુમલો કરવાના બનેલા બનાવમાં હરણી પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે.

કોર્પોરેશનની દબાણ શાખાના પ્રદીપભાઇ જાદવ અને અન્ય કર્મચારીઓ ગઇ તા.૭મીએ ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વાછરડી અને એક ગાય પકડતાં કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.જેથી પ્રદીપભાઇ સહિત ચાર જણાને ઇજા થઇ હતી.

આ બનાવમાં હરણી પોલીસે એક હુમલાખોરની બાઇક પણ કબજે લીધી હતી.જ્યારે,ધર્મેશ ઉર્ફે ધમો  દેવરભાઇ ભરવાડ,દેવરભાઇ ભરવાડ અને અજય ધુધાભાઇ ભરવાડ(તમામ રહે.ગોલ્ડન ચોકડી,ટોલ નાકા પાસે)ની ધરપકડ કરીછે.


Google NewsGoogle News