વડોદરામાં બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરનાર ચાર પશુપાલક ઝડપાયા

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
વડોદરામાં બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરનાર ચાર પશુપાલક ઝડપાયા 1 - image

image : Freepik

Crime News Vadodara : વડોદરામાં સમા વિસ્તારમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા બે ભાઈઓ પર લાકડીઓથી હુમલો કરનાર પશુપાલકો સામે રાયોટીંગનો ગુનો નોંધી શોધખોળ કરાઈ રહી હતી. ગઈકાલે દરમિયાન ચાર જણાને સમા પોલીસે વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતા.

તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ સમા વિસ્તારમાં ઢોર પકડવા માટે આવી હતી. જેથી પશુપાલકોએ પોતાના પશુઓ ના પકડાય માટે બાઇકો લઈને આગળ દોડાદોડ કરી મૂકી હતી. દરમિયાન એક ત્રણ વર્ષનું બાળક બહાર રમતું હોય પશુપાલકને ધીમે બાઇક ચલાવવાનું કહેતા પશુપાલકો ભેગા થઈ ગયા હતા અને બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જ્યારે બંને ભાઈઓને છોડાવવા માટે વચ્ચે પડેલા એક વેપારીને પણ માર માર્યા બાદ તેમની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ઇજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓને માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમા પોલીસે ગવાયેલા યુવકની ફરિયાદના આધારે પશુપાલકોની શોધખોળ હાથ ધરાઈ રહી હતી. સશસ્ત્ર હુમલો કરનાર રોહિત ભરવાડ, લાલો ભરવાડ, વિજય ભરવાડ, ભાવેશ ભરવાડ અને વિશાલ રબારી (તમામ રહે સમા ખોડીયારનગર વડોદરા શહેર) નાસતા ફરતા હતા. જેઓની 4 જુલાઈના રોજ સમા પોલીસને મળેલ બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી વડોદરા શહેર તથા વડોદરાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકેશન ચેક કરતા વાઘોડીયા તાલુકાના ગોરજ ગામની સીમમાં આવ્યું હતું. જેથી પોલીસે મંગલેશ્વર મહાદેવના મંદિર પાસે તેઓ છુપાયેલા રોહિત ભરવાડ, લાલો ભરવાડ, વિજય ભરવાડ, ભાવેશ ભરવાડને ઝડપી પાડ્યા હતા.


Google NewsGoogle News