વડોદરાના દશરથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દારૂની મહેફીલ માણતા ચાર મિત્રો ઝડપાયા

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
વડોદરાના દશરથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દારૂની મહેફીલ માણતા ચાર મિત્રો ઝડપાયા 1 - image

image : Freepik

વડોદરા,તા.11 માર્ચ 2024,સોમવાર

વડોદરાના દશરથ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે સાંજે દારૂની મહેફિલ મળતા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

છાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂની મેહફીલ અંગે માહિતી મળતા પોલીસે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ માં દરોડો પાડયો હતો. જય દરમિયાન એક કારની પાસે ચાર જણા દારૂ પીતા મળી આવ્યા હતા.

પૂછપરછ દરમ્યાન તેઓના નામ કલ્પેશ જેસીંગભાઇ ડામોર (ગવર્મેન્ટ કોલોની સુભાનપુરા), ચેતન રાવજીભાઈ પરમાર (માધવનગર દશરથ ગામ), શાહરુખ લાલાભાઇ વોરા (વ્હોરા ફળિયું, ઇન્દિરા નગર, દશરથ) અને રાકેશ રમેશભાઈ વસાવા (વસાવા ફળિયુ, ઇન્દિરા નગર, દશરથ) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેઓની પાસે એક કાર અને મોટરસાયકલ કબજે કર્યા હતા.


Google NewsGoogle News