વડોદરા: સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા મુદ્દે અથડામણના કેસમાં ચારની અટકાયત
Image Source: Freepik
વડોદરા, તા. 04 માર્ચ 2024 સોમવાર
વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઇ હતી. જેમાં લઘુમતિ કોમના લોકો દ્વારા તિક્ષ્ણ હથિયાર પાંચથી 6 લોકો પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ ઘવાયેલા લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એક જણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બનેલી ઘટનાને પગલે ડીસીપી ઝોન 4 સહિતનનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. જેમાં પોલીસે ચાર શખ્સની અટકાયત કરી છે.
વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે ક્રિકેટ રમવા મુદ્દે થયેલા ધીંગાણામાં રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઇ હતી. જેમાં લઘુમતિકોમના ટોળા લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં પાંચથી 6 લોકોને ઇજા પહોંચી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કપુરાઇ પોલીસ સાથે ડીસીપી ઝોન 4 લીના પાટીલ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જેમાં કપુરાઇ પોલીસ દ્વારા લઘુમતિ કોમના ટોળમાંથી છે હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઇ ગયા હોય તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમા દેન કર્યા છે. બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.