બ્રાન્ડેડ કંપનીના નામે ડૂપ્લિકેટ મોબાઇલ એસેસરિઝ વેચતા ચાર ઝડપાયા
૧,૩૦૦ મોબાઇલ કવર, ૧૦ એડપ્ટર તથા આઠ એરપોડ કબજે
વડોદરા,દાંડિયા બજાર મરીમાતાના ખાંચામાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો ઉપયોગ કરી ડૂપ્લિકેટ એસેસરિઝ વેચતા ચાર વેપારીઓ સામે સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સીઆઇડી ક્રાઇમને માહિતી મળી હતી કે, દાંડિયાબજાર મરીમાતાના ખાંચામાં કેટલાક વેપારીઓ એપલ કંપનીના માર્કા વાળી ડૂપ્લિકેટ મોબાઇલ એસેસરિઝનું વેચાણ કરી રહ્યા છે. જેથી, સીઆઇડી ગાંધીનગરના પી.આઇ. સંદિપ પાટિલ તથા તેમની ટીમે આજે સવારથી જ મરીમાતાના ખાંચામાં તપાસ શરૃ કરી હતી. (૧) મારૃતિ ટેલિકોમના મહેશ પુરોહિત (૨) ક્રિષ્ણા મોબાઇલના અજિંક્ય ઘાડગે (૩) મારૃતિ મોબાઇલ એસેસરિઝના લક્ષ્મણ પુરોહિત તથા (૪) મારૃતિ મોબાઇલના નરેન્દ્ર પુરોહિતની ત્યાં તપાસ કરી હતી. પોલીસ ૧,૩૦૦ મોબાઇલ કવર, ૧૦ એડપ્ટર તથા આઠ એરપોડ મળી કુલ ૯.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.