Get The App

શ્રાવણનો જુગાર : અટલાદરા દશરથ અને પદમલા ગામ પાસેથી જુગાર રમતા 13 ખેલી ઝડપાયા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
શ્રાવણનો જુગાર : અટલાદરા દશરથ અને પદમલા ગામ પાસેથી જુગાર રમતા 13 ખેલી ઝડપાયા 1 - image


Vadodara Gambling Crime : વડોદરા શહેર પોલીસે શ્રાવણીયો જુગાર રમતા જુગારીયાઓ સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં અટલાદરા તથા છાણી પોલીસે ત્રણ જગ્યા પર રેડ કરીને જુગાર રમતા 13 ખેલીઓને ઝડપી પાડયા હતા. જુગારી અને અંગ જડતી તથા દાવ પર લાગેલી રકમ અને મોબાઈલો મળી 52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની રેડના પગલે જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં  શ્રાવણીયો જુગાર રમવાની મોસમ પુરબહારમાં ખીલી છે. જેને લઈને પોલીસે પર વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગાર પર રેડ પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. 11 ઓગસ્ટના રોજ અટલાદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન અટલાદરા પાણીની ટાંકી પાસે આવતા બાતમી મળી હતી કે સહજાનંદ ફલેટ પાછળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો સંજયભાઈ શનાભાઈ વસાવા, બાબુભાઈ કાલીદાસ ડાભી, લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર અને કિરીટસિંહ બળવંતસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા. જુગારી આવવાની અંગ જડતી અને દાવ પર લાગેલી રોકડ રકમ અને ત્રણ મોબાઇલ મળી 21 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે છાણી પોલીસે પણ દશરથ અને પદમલા ગામે રેડ કરી  જુગાર રમતા અખીલેષ કનૈયાલાલ યાદવ, મહેશ ભરત સોલંકી, વિવેક ભુપેંદ્ર સોલંકી અને ગીરીશ કાન્તી, સન્નીકુમાર રાજેંદ્ર અગ્રવાલ, ભરતભાઈ બુધાભાઈ જાદવ, વિક્રમ ઉર્ફે વિક્કિ મોહનભાઈ શર્મા, વિષ્ણુ જયતી જાદવ અને સુધીર પુજાભાઇ રાઠોડને ઝડપી પાડયા હતા. પોલીસએ સ્થળ પરથી રોકડ રકમને મોબાઈલ સહિત 34 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Google NewsGoogle News