કેવડિયાના જંગલ સફારીમાં ચાર બાળ સિંહને પિંજરામાં છોડાયા
સિંહણ 'શ્રધ્ધા'એ ત્રણ મહિના અગાઉ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો ઃ ગયા વર્ષે તેને બે બચ્ચાં જન્મ્યાં હતાં
વડોદરા, તા.10 આજે વિશ્વ સિંહ દિન નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર, કેવડિયામાં સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) માં ચાર બાળ સિંહને પિંજરામાં છોડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે સિંહણ બચ્ચાંને જન્મ આપે એ પછી બચ્ચાંની સારસંભાળ લેવામાં ખૂબ જ સંવેદનશીલ બની જાય છે અને બચ્ચાંની સુરક્ષા માટે આક્રમક બની રહે છે.
આ સંજોગોમાં બચ્ચાંને તેનાથી દૂર કરી શકાતાં પણ નથી. વળી, કોઈપણ ઝૂ માં બચ્ચાંને જન્મ પછી ત્રણ મહિના ડિસ્પ્લે કરી શકાતા નથી. જ્યારે બચ્ચાં અને પબ્લિકની અવરજવર ન હોય ત્યારે મા સાથે બચ્ચાને પિંજરામાં ટેવાય તે હેતુથી લઈ જવાય છે. જેમાં ત્રણેક મહિના બાદ પિંજરામાં છોડાય છે.
કેવડિયાના ઝૂ માં સિંહ યુગલ 'સુલેહ' અને 'શ્રધ્ધા'ના સફળ સંવનન બાદ ત્રણ મહિના અગાઉ ચાર બાળ સિંહોને જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ બચ્ચાં માદા અને એક બચ્ચું નર છે.
આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે ચારે બાળ સિંહને પિંજરામાં છોડવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ 'શ્રધ્ધા' અને 'સુલેહે' પણ બે બચ્ચાંને જન્મ આપ્યો હતો, અને આ વર્ષે ચાર બચ્ચાંને જન્મ આપ્યો છે. જેથી જંગલ સફારીમાં સિંહ પરિવાર આકર્ષણરૃપ બન્યુ ંછે.
ઝૂ માં જન્મ લેતા પ્રાણીઓના પણ અનોખા નામ રાખવામાં આવે છે, તે પ્રમાણે આ ચાર સિંહ બાળ પૈકી ૩ માદાઓના નામ 'ગંગા', 'જમુના અને 'સરસ્વતી' રખાયા છે. જ્યારે નર બાળ સિંહનું નામકરણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે.