Get The App

તમારો દીકરો અમારી દીકરીને મેસેજ કરે છે કહી પરિવાર ઉપર ચારનો હુમલો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
તમારો દીકરો અમારી દીકરીને મેસેજ કરે છે કહી પરિવાર ઉપર ચારનો હુમલો 1 - image


ગાંધીનગર નજીક મોટી આદરજ ગામમાં

લાકડીઓ સાથે આવીને કારના કાચ પણ તોડી નાખ્યા પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજમાં તમારો દીકરો અમારી દીકરીને મેસેજ કરે છે તેમ કહી લાકડીઓ લઈને આવેલા ચાર વ્યક્તિઓએ પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો અને કારના કાચ પણ તોડી દીધા હતા. જેથી આ મામલે પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજમાં રહેતા ઈશ્વરજી તલાજી ઠાકોર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તે ખેતીનો વ્યવસાય કરે છે અને પરિવારમાં પત્ની અને બે દીકરા સુરેશ અને જશુ છે. ગત રવિવારના સાંજના સમયે તે અને તેમની પત્ની તેમજ દીકરો જશુ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના જ મહોલ્લામાં રહેતા કલ્પેશજી જેણાજી ઠાકોર, ગણપતજી જેણાજી ઠાકોર, રાકેશજી જેણાજી ઠાકોર તથા વિષ્ણુજી જયંતીજી ઠાકોર તેઓનાં ઘરની બહાર લાકડીઓ લઈ આવી ગયા હતા અને બુમાબુમ કરી રેવાબેનને તેમના દીકરા સુરેશ વિશે પૂછયું હતું અને કહ્યું હતું કે, તમારો દીકરો અમારી દીકરીને મેસેજ કરે છે. બાદમાં વિષ્ણુજીએ રેવાબેનને લાફો ઝીંકી દીધો હતો. જેથી બુમાબુમ થતા ઈશ્વરજી અને તેમનો દીકરો જશુ ઘરની બહાર દોડી આવ્યા હતા. આ દરમ્યાન ગાળો બોલીને કલ્પેશજી જેણાજી ઠાકોરે લાકડી ઈશ્વરજીના માથામાં પાછળના ભાગે તેમજ જમણા પગે મારી હતી.એટલામાં અન્ય લોકો પણ પતિ પત્ની અને દીકરા ઉપર લાકડીઓ લઈને તૂટી પડયા હતા. અને ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા.આ હુમલાના કારણે બુમાબુમ અને હોબાળો મચી જતાં વાસનાં અન્ય લોકો દોડી આવ્યા હતા. જેથી ચારેય હુમલાખોરો પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News