વડોદરાના સોખડા ગામેથી 2.66 લાખના દારૂ-બિયર સાથે ચાર પકડાયા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
વડોદરાના સોખડા ગામેથી 2.66 લાખના દારૂ-બિયર સાથે ચાર પકડાયા 1 - image

image : Freepik

- સોખડા ગામ યોગીરાજ સોસાયટીના ગેટ પાસેથી પોલીસે 2.66 લાખનો વિદેશી દારૂ વાહનો મળી કુલ 9.16 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે

વડોદરા,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

મંજુસર પોલીસએ મળેલી માહિતીના આધારે સોખડા ગામે યોગીરાજ સોસાયટીના ગેટ પાસેથી ચાર આરોપીઓને વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 1005 બોટલ કિંમત ઉપર 2.66 લાખના સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂની હેરાફેરીમાં વપરાયેલા વાહનો પાંચ મોબાઇલ ફોન મળી કુલ 9.16 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં (1) શાહિદ મુસ્તકીમ શેખ રહેવાસી ચાચા નહેરુનગર આજવા રોડ મૂળ રહેવાસી યુપી (2) વિપુલ વિષ્ણુભાઈ રાજપુત રહેવાસી યોગીરાજ સોસાયટી સોખડા મૂળ રહેવાસી એકતા નગર છાણી જકાતનાકા (3) જયદીપ લાલસીંગભાઇ રાઠવા રહેવાસી પાદરા મૂળ રહેવાસી છોટાઉદેપુર (4) પરવેઝ મહમદ શેખ રહેવાસી રોશન પુર જીલ્લો મુઝફરપુર બિહારનો સમાવેશ થાય છે જ્યારે આરોપી ભાવિન પ્રવીણભાઈ ઠાકોર ઉર્ફે હનુમાન ઉર્ફે શાહિદ રહેવાસી યોગીરાજ સોસાયટીને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News