વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર સગીર સહિત ચાર ઝડપાયા
image : Freepik
- પ્રતાપ નગર બ્રિજ પાસે આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના પ્રતાપ નગર બ્રિજ પાસે આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં સલૂનની દુકાનના દાદર પર બેસીને ચાર યુવકો સિગારેટ પીતા હતા જેથી ત્યાં હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડન તેઓને સિગારેટ પીવા અને પાન પડીકી ખાવાની મનાઈ છે તેનું બોર્ડ વંચાવી સિગરેટ પીવાની ના પાડી હતી. ચાર યુવકોએ મહિલા સિક્યુરિટી ગાર્ડના વાળ પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી (1) કુણાલ ઉર્ફે ઢોસો રઘુપતિ ભાઈ તેવર (રહેવાસી સાઈધામ સોસાયટી ડીમાર્ટની બાજુમાં વાઘોડિયા રોડ) (2) દીપ દેવેન્દ્રભાઈ રાઠોડ (રહેવાસી ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ) (3) આદર્શ રામ સ્વરૂપ પંચાલ (રહેવાસી ગોપાલ એપાર્ટમેન્ટ વાઘોડિયા રોડ) તેમજ એક સગીર સહિત ચારને ઝડપી પાડ્યા છે.