કલોલના બોરીસણામાં કોન્ટ્રાક્ટરના ઘરેથી રોકડા સાડા ચાર લાખની ચોરી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
કલોલના બોરીસણામાં કોન્ટ્રાક્ટરના ઘરેથી રોકડા સાડા ચાર લાખની ચોરી 1 - image


પગાર માટે લાવેલા રોકડા રૃા. ૪.૫૦ લાખની ચોરી કરી કારીગરો ફરાર

કલોલ :  કલોલ પાસેના બોરીસણા ગામે કોન્ટ્રાક્ટર કારીગરોના પગાર કરવા માટે રોકડા રૃપિયા ૪.૫૦ લાખ લઈને આવ્યા હતા અને એ પોતાના ઘરે ઓરડીમાં સાડા ચાર લાખ મૂક્યા હતા ત્યારે બાજુના ઓરડીમાં રહેતા બે કારીગરો ઓરડીનું તાળું તોડી અંદરથી સાડા ચાર લાખ રૃપિયાની ચોરી કરીને વતન ભાગી છૂટયા હતા બનાવ અંગે પોલીસે કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ચોરી કરીને ફરાર થઈ ગયેલા બે કારીગરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કલોલના બોરીસણા ગામે રહેતા દુર્ગેશ ગુપ્તા કે જેઓ ટાઈલ્સ લગાવવાનું કામકાજ કરે છે અને કોન્ટ્રાક્ટર તરીકે સાઇટો ઉપર કામ રાખે છે ત્યારે તેઓ પોતાની સાઈટ ઉપર કામ કરતા કામદારોનો પગાર કરવા માટે રોકડા રૃપિયા ૪.૫૦ લાખ લાવ્યા હતા અને ઓરડીમાં તે પૈસા મૂક્યા હતા ઓરડીમાં પૈસા મૂકીને તેઓ સાઇડ ઉપર જતા રહ્યા હતા અને ઓરડીને તાળું મારી દીધું હતું ત્યારબાદ તેમની બાજુની ઓરડીમાં રહેતા તોલાસીંગ ઉર્ફે તલ્લુ ઉર્ફેકલ્લુ ભાભોર રહે ભીલ કુવા જીલ્લો બાંસવાડા તથા પંકજ કાના ભાભોર આ બંને જણાને ઓરડીમાં પૈસા પડયા હોવાની જાણવાથી તેઓ તાળું તોડીને રૃપિયા સાડા ચાર લાખની ચોરી કરીને વતનમાં જતા રહ્યા હતા જેની જાણ દુર્ગેજ ગુપ્તાને થઈ જતી અને તેઓએ ફોન કર્યો હતો જેથી આ બંને કહે છે કે અમે તમારા પૈસાની ચોરી કરી છે અમે હાલ વતનમાં છીએ અને એ બે-ચાર દિવસ પછી આવીને તમારા પૈસા તમને પરત આપી દઈશું ત્યારબાદ તેઓ પરત આવ્યા ન હતા અને તેઓએ પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા જેથી દુર્ગેશ ગુપ્તાએ કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બંને જણાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News