પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર રીષી મુંબઇની હોટલમાંથી ઝડપાયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર રીષી મુંબઇની હોટલમાંથી ઝડપાયો 1 - image


Image Source: Freepik

એસઓજીની ટીમે મુંબઈ પહોંચી ક્રિકેટ સટ્ટા-ઠગાઇના આરોપીને દબોચી લીધો

વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર

પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઠગ પુત્ર રીષીને એસઓજીની મુંબઇ થાણેની એક હોટલમાં ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ ક્રિકેર તુષાર આરોઠે સહિત ત્રણ જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર રીષી આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ રીષી સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેથી તેની માંજલપુરા, રાવપુરા તથા એસઓજીની ટીમ શોધખોળ કરી હતી. દરમિયાન ઠગ રીષી આરોઠે મુંબઇ થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી એસઓજીની ટીમે મળી હતી. જેના આધારે ટીમે મુંબઇ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો.


Google NewsGoogle News