1 કરોડની હેરાફેરી કરનાર પૂર્વ ક્રિકેટર રિશિ અરોઠેનોપત્તો નથી,બે પન્ટરને 1 લાખ કમિશન મળવાનું હતું
વડોદરાઃ વડોદરાના પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેને ત્યાંથી રૃ.૧.૩૯ કરોડની રોકડ મળી આવવાના બનાવમાં તેના પુત્ર રિશિ હજી પોલીસને હાથ લાગ્યો નથી.
પ્રતાપગંજ ખાતે રહેતા પૂર્વ રણજી ક્રિકેટર અને મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે પાસે એસઓજીએ રોકડા રૃ.૧.૦૧ કરોડ અને બસ ડેપો પાસેની હોટલમાં રોકાયેલા રિશિના બે પન્ટર પાસે રૃ.૩૮ લાખ મળી આવ્યા હતા.
એસઓજીના પીઆઇ વી એસ પટેલે રોકડ કબજે કરી તપાસ કરતાં તુષારના પુત્ર રિશિ અરોઠે(પૂર્વ ક્રિકેટર)એ આ રકમ નાસિકથી પીએમ આંગડિયા મારફતે તેના પિતાને મોકલી હોવાની અને રિશિના બે પન્ટર મહારાષ્ટ્રથી કારમાં વડોદરા આવી હોટલમાં રોકાયા હોવાની વિગતો ખૂલી હતી.
રિશિએ તેના બંને સાગરીતો એકનાથ રાયપતવાર અનેઅમિત છગનરાવ જળિત (બંને રહે.આંબે ગાંવ,પઠાર,પીજી હોસ્ટેલ, પૂણે)ને રૃપિયા લેવા માટે ભાડાની કારમાં મોકલ્યા હોવાની અને બંનેને રૃ.૫૦-૫૦ હજાર કમિશન મળવાનું હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે ઇન્કમટેક્સ અને ઇડીને જાણ કરી છે.રિશિ મળે પછી જ રૃપિયાના હિસાબનો ભેદ ખૂલે તેમ છે.પરંતુ હજી તેના કોઇ સગડ નથી.