કપડવંજના બે મકાનમાં ફોરેસ્ટ વિભાગનો દરોડો, 59 સ્ટાર કાચબા પકડાયા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
કપડવંજના બે મકાનમાં ફોરેસ્ટ વિભાગનો દરોડો, 59 સ્ટાર કાચબા પકડાયા 1 - image


વડોદરાઃ કપડવંજ ખાતે ફોરેસ્ટ વિભાગે વડોદરાના જીવદયા કાર્યકરોને સાથે રાખી દરોડો પાડતાં પહેલીવાર ૫૯ જીવતા સ્ટાર કાચબા મળી આવ્યા હતા.

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો  મુંબઇને મળેલી માહિતીને પગલે ફોરેસ્ટ વિભાગ દ્વારા કપડવંજમાં બે મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પૈકી મમતાની કિશનકુમાર બંસીલાલ(અર્બુદાનગર સોસાયટી)ને ત્યાંથી ૩૫ અને બળવંત ગોવિંદભાઇ પટેલ ((તિરુપતિ સોસાયટી)ને ત્યાંથી ૨૪ સ્ટાર કાચબા મળી આવ્યા હતા.જેથી બંને સામે વન્ય જીવ અધિનિયમ હેઠળ કેસ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News