મકરપુરા જી.આઇ.ડી.સી.ની દુકાનમાંથી વિદેશી દારૃ પકડાયો

સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી ૫૮૭ બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
મકરપુરા જી.આઇ.ડી.સી.ની દુકાનમાંથી વિદેશી દારૃ પકડાયો 1 - image

,મકરપુરા જી.આઇ.ડી.સી. એબીબી ચાર રસ્તા પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડીને વિદેશી દારૃની ૫૯૭ બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડી માંજલપુર  પોલીસને હવાલે કર્યો છે.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે મકરપુરા જી.આઇ.ડી.સી. એબીબી કંપની ચાર રસ્તા પાસે એક દુકાનમાં રેડ પાડીને વિદેશી દારૃની ૫૯૭ બોટલ કિંમત રૃપિયા ૭૬,૯૭૬ ની કબજે કરી છે.  પોલીસે દારૃ અને મોબાઇલ ફોન મળીને કુલ  રૃપિયા ૮૩,૨૭૬ ના મુદ્દામાલ સાથે આરોપી ઇન્દ્રવદન ઉર્ફે પપ્પુ વાઘેલાને ઝડપી પાડી માંજલપુર પોલીસને હવાલે કર્યો છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર લાલુ સિન્ધી, ઓર્ડર લેનાર બાબુ સિન્ધી તથા દુકાન માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News