કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો : બુટલેગર સહિત બે ફરાર

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડાયો : બુટલેગર સહિત બે ફરાર 1 - image


હિંમતનગર હાઇવે ઉપર ગીયોડ પાસે

ગાંધીનગર એલસીબી દ્વારા ૪.૧૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને શોધખોળ શરૃ કરાઇ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં દારૃ ભરેલા વાહનોની હેરાફેરી વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા બાતમીના આધારે ગીયોડ પાસે દારૃ ભરેલી કારનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે આ કારના ચાલકે કાર દોડાવી દીધી હતી અને સામે દિવાલ સાથે ટકરાવી ખેતરમાં કાર મૂકીને બે શખ્સો  ત્યાંથી નાસી છૂટયા હતા. ૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી વિદેશી દારૃ ભરેલા વાહનો પસાર થતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમ દ્વારા પણ આવા વાહનોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગરથી નાના ચિલોડા તરફ જતા હાઇવે માર્ગ ઉપર વિદેશી દારૃ ભરેલી કાર પસાર થવાની છે. જેના પગલે પોલીસ ટીમ દ્વારા ગીયોડ ગામના પાટીયા પાસે આ કારની વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઉભી રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે આ કારના ચાલકે પોલીસની સૂચનાને અવગણીને કાર દોડાવી દીધી હતી અને પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો શરૃ કર્યો  હતો. જોકે સામે છેડે ખેતર પાસે કાર મૂકીને તેમાં સવારે બે શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૃ અને બિયરની કુલ ૯૩૬ જેટલી બોટલો કબજે કરી લીધી હતી અને ૪.૧૦ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બંને શખ્સોની શોધખોળ શરૃ કરી હતી.


Google NewsGoogle News