ફતેપુરામાં સતત બીજા દિવસે કૂતરાએ વૃદ્ધને બચકું ભર્યુ
રખડતા કૂતરાના ત્રાસના કારણે વિસ્તારમાં ભયનો માહોલ
વડોદરા,શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. ગઇકાલે કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીને ફતેપુરા વિસ્તારમાં બચકું ભર્યા બાદ આજે તે જ વિસ્તારમાં વધુ એક સિનિયર સિટિઝનને કૂતરાએ બચકું ભર્યુ હતું.
ફતેપુરા વિસ્તારમાં રહેતા કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી પ્રવિણભાઇ પરમાર ગઇકાલે સવારે ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરીને ઘરે પરત જતા હતા. તે સમયે રખડતા કૂતરાએ તેઓને બચકું ભરતા આંગળી પર ઇજા થઇ હતી.
આજે તે જ વિસ્તારમાંથી જતા સયાજી હોસ્પિટલના નિવૃત્ત કર્મચારી નટવરભાઇ મકવાણા ઉ.વ.૭૬, ( રહે. તુલસીવાડી, હુજરત ટેકરા) ને પણ રખડતા કૂતરાએ પગ પર બચકું ભરી લીધું હતું. ૨૪ કલાકમાં બે વ્યક્તિઓને કૂતરાએ બચકું ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ છે.