ભારતમાં પ્રથમ વખત વડોદરા ખાતે 381 દિવસના વેદ ઘન પાઠનું આયોજન

ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવી હશે તો વેદોમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને વિજ્ઞાાનને શાળા કોલેજો સુધી પહોંચાડવુ પડશે : બ્રહ્મચારી નિરંજનાનંદ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ભારતમાં પ્રથમ વખત વડોદરા ખાતે 381 દિવસના વેદ ઘન પાઠનું આયોજન 1 - image


વડોદરા : 'આઝાદી બાદ ભારતના શાષકોએ ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવાના બદલે વિદેશી આક્રાંતાઓની જેમ દફન કરવાનો જ પ્રયત્ન કર્યો છે. પરંતુ તેઓ જાણતા નથી કે ૭,૦૦૦ વર્ષમાં આ પૃથ્વી પર ૪૨ સંસ્કૃતિઓ આવી અને નાશ થઇ ગયો.  એક માત્ર ભારતીય સનાતન સંસ્કૃતિ બચી છે તેનું કારણ વેદ છે.' તેમ ચાર પીઠના શંકરાચાર્યો દ્વારા સ્થાપિત ધર્મસભા વિદ્વત્સંગના રાષ્ટ્રિય અધ્યક્ષ બ્રહ્મચારી નિરંજનાનંદજીએ આજે વાડી મહારૃદ્ર હનમાન સંસ્થાન- ભારતમાતા મંદિર સ્થિત પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું.

વેદ કેટલા ઉપયોગી છે અને તેનાથી ભારત વિશ્વગુરૃ કઇ રીતે બની શકે તે માટે એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે '૧૮૩૦માં પુરી મઠના તત્કાલિન શંકરાચાર્ય ભારતી ક્રિષ્ણાતિર્થજી મહારાજે તેમના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના પ્રોફેસરોને વેદની 'દ્વયંક ગણના' પધ્ધતિનો ટેકનોલોજીમાં ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી. પરંતુ તે સમયે ભારતીય લોકોએ તેમના આ જ્ઞાાનને ગંભીરતાથી લીધુ નહતુ. શંકરાચાર્ય પછી યુએસએની વિવિધ યુનિવર્સિટી સાથે વાર્તાલાપમાં આ વાત કહી અને ત્યાંના લોકોએ આ જ્ઞાાનને અપનાવી લીધુ. આજે તમામ ડિઝીટલ ટેકનોલોજી 'દ્વયંક ગણના' પધ્ધતિથી જ ચાલે છે જેને અંગ્રેજીમાં બિનેરી અથવા તો  બાયનેરી સિસ્ટમ કહેવાય છે. વેદમાં શિક્ષા, રક્ષા, સંસ્કૃતિ, સેવા, આયુર્વિજ્ઞાાન, યંત્ર વિજ્ઞાાન, તંત્ર વિજ્ઞાાન પ્રચૂરમાત્રામાં છે. ભારતે પાછલા એક દાયકામાં યોગ, આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી દીધુ છે  હવે વેદનો પ્રચાર પ્રસાર થશે. ભારતમાં જેમ જેમ સંસ્કૃતના વિદ્વાનો તૈયાર થશે તેમ તેમ વેદ વિદ્યાનો પ્રસાર અને ઉપયોગ વધશે.'

મહારૃદ્ર હનુમાન સંસ્થાન - ભારતમાતા મંદિર દ્વારા વેદના પ્રચાર માટે ૩૮૧ દિવસના વેદ ઘનપાઠનું આયોજન કરાયુ છે. ભારતમાં આ પ્રકારનુ આયોજન પ્રથમ વખત થઇ રહ્યું છે જેમાં દેશભરમાંથી સંસ્કૃત અને વેદોના વિદ્વાનો એકઠા થશે. આ અગાઉ પર વેદઘન પાઠના આયોજન આ સંસ્થાએ કર્યા છે. ગત વર્ષે ચતુર્વેદ મહાસંમેલન પણ યોજવામાં આવ્યુ હતું.


Google NewsGoogle News