વડોદરામાં નવરાત્રીના ગરબા મહોત્સવ માટે ગુજરાતમાં પ્રથમવાર ફાયર બ્રિગેડના કડક નિયમો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વડોદરામાં નવરાત્રીના ગરબા મહોત્સવ માટે ગુજરાતમાં પ્રથમવાર ફાયર બ્રિગેડના કડક નિયમો 1 - image


- માતાજીની ગરબી અને સ્ટેજના કાપડ પર ફાયર પ્રુફ કલર લગાવવા અને સ્ટોલ ધારકને ગેસ સિલિન્ડર વાપરવા પર પ્રતિબંધ

વડોદરા,તા.10 ઓક્ટોબર 2023,મંગળવાર

માતાજીની ભક્તિ અને આરાધનાના નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરાના ગરબા આયોજકોને માતાજીની ગરબી અને સ્ટેજ સ્ટેજના કાપડ પર ફાયર પ્રુફ કલર લગાવવા તેમજ ગરબા ગ્રાઉન્ડ પર કોઈ પણ સ્ટોલ ધારકને ગેસ સિલિન્ડર વાપરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ફૂડ ગરમ કરવા ઈલેક્ટ્રીક સાધનો વાપરવાના રહેશે તેવો તંત્રએ આદેશ કર્યો છે.

રાજ્યમાં પહેલીવાર આવો પ્રયોગ કરવામાં આવશે જ્યારે શહેરમાં 25000થી વધુ ખેલૈયાઓ રમતા હોવાથી કોઈ આકસ્મિક આકસ્મિક દુર્ઘટના સર્જાતી રોકવા માટે માટે તંત્ર દ્વારા ગરબા આયોજકોને ખાસ સુચના આપવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ એટલે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ ગરબા મેદાનોમાં આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે જેમાં ખેલૈયાઓ અને ગાયક વૃંદએ પણ જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગાયક વૃંદ માટે માતાજીની ગરબીની બાજુમાં સ્ટેજ બનાવવામાં આવે છે. આ સ્ટેજ અને માતાજીની ગરબી બનાવવામાં વપરાતા કાપડ પર ફાયર પ્રુફ લગાડવા ફાયર બ્રિગેડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે

આ નિયમનો કડક અમલ કરવા પણ તંત્રએ જણાવ્યું છે. 

શહેરના સાત મોટા ગરબા આયોજકોને ગરબા ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલા માતાજીના મંદિર અને સ્ટેજની આજુબાજુ કોઈ આગ જેવી આકસ્મિક દુર્ઘટના ન સર્જાય એ માટે આવો નિર્ણય લેવાયો છે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટએ જણાવ્યું છે કે, ફાયર રીટાડન્ટ સ્પ્રે તરીકે ઓળખાતો આ કલર આ કલર કાપડ ઉપર સ્પ્રે કરીને છાંટવાનો હોય છે. ફાયરના સાધનો વેચતા દુકાનદારોને ત્યાંથી આ કલર મળી રહે છે આ કલર લગાવવાથી કાપડનો મૂળ રંગ બદલાતો નથી અને ગરબા ગ્રાઉન્ડ ઉપર ફાયર બ્રિગેડના ફાયર એન્જિન અને સ્ટાફ પણ મૂકવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરબા ગ્રાઉન્ડ પર એક પણ સ્ટોલ ધારકને ગેસ સિલિન્ડર માટેની મંજૂરી આપવામાં આવી નથી ઉપરાંત સ્ટોલ ઉપર ફૂડ ગરમ કરવા કે બનાવવા ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરવાનો રહેશે.


Google NewsGoogle News