ક્ષત્રિય સમાજના આગેવોની મીટિંગના મેસેજના પગલે પોલીસ દોડતી રહી
મકરપુરા વિસ્તારમાં મીટિંગ હોવાનો ફરતો થયેલો મેસેજ ખોટો નીકળ્યો
વડોદરા,શહેરમાં ક્ષત્રિય સમાજના લોકોની મીટિંગ થવાની છે. તેવા મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રૃપ પગલા ભરવામાં આવ્યા હતા. જોકે, આ મેસેજ ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
ગઇકાલથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો હતો કે, શહેરમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇને મીટિંગ કરવાના છે.જેથી, પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું. એક મેસેજ એવો હતો કે, માણેજા વિસ્તારમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટિંગ છે. આ મેસેજના પગલે ડીસીપી લિના પાટિલ દ્વારા મકરપુરા પોલીસને તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મીટિંગ રાજસ્થાનના રહેવાસીઓની હતી. ક્ષત્રિય સમાજની નહતી.
જોકે, દિવસભર શહેરના અલગ - અલગ વિસ્તારમાં આ રીતે મીટિંગ હોવાના મેસેજ ફરતા થતા પોલીસ તંત્ર આખું દિવસ દોડતું રહ્યું હતું.