Get The App

વડોદરાની MS યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પૂરના પાણી ઘૂસ્યા, 3000 કરતા વધારે બોયઝ અને ગર્લ્સ અટવાયા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
વડોદરાની MS યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પૂરના પાણી ઘૂસ્યા, 3000 કરતા વધારે બોયઝ અને ગર્લ્સ અટવાયા 1 - image


MS University under Flood Water : એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં  વિશ્વામિત્રીના પૂરના પાણીના કારણે 3000 કરતા વધારે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે વિશ્વામિત્રીની સપાટી વધ્યા બાદ પૂરના પાણી ફતેગંજ અને પ્રતાપગંજ વિસ્તારમાં પણ પ્રવેશી ગયા હતા.આ જ વિસ્તારમાં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે.હોસ્ટેલમાં આમ તો 5000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે.આ પૈકીના કેટલાક જન્માષ્ટમીની રજાઓના કારણે વતન જતા રહ્યા હતા.

આમ છતા અત્યારે હોસ્ટેલમાં 3000 કરતા વધારે સ્ટુડન્ટસ છે.હોસ્ટેલ કેમ્પસમાં પૂરના પાણી પ્રવેશી ગયા બાદ તેઓ કેદ જેવી સ્થિતિમાં છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેસમાં જમવાનુ બનાવીને પહોંચાડવામાં આવ્યું છે.પૂરની સ્થિતિના કારણે ગર્લ્સ હોસ્ટેલના તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા છે. પૂરના પાણી પ્રવેશી ગયા હોવાથી વિદ્યાર્થીઓની અવર જવર પર પણ હવે રોક લાગી ગઈ છે.


Google NewsGoogle News