મહિસાગર નદીમાં પુર : ફાર્મ હાઉસ-મકાનો પાણીમાં ગરકાવ, સાત ઘોડા અને બે માણસો ફસાયા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
મહિસાગર નદીમાં પુર : ફાર્મ હાઉસ-મકાનો પાણીમાં ગરકાવ, સાત ઘોડા અને બે માણસો ફસાયા 1 - image

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં આવેલા પૂરને કારણે કાંઠા વિસ્તારની આસપાસ પાણી ફરી વળતા ફસાયેલા લોકો તંત્રની મદદ માગી રહ્યા છે.

વાસદની આસપાસ મહીસાગરના પુરમાં ફાર્મહાઉસો તેમજ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. મોટાભાગના લોકો અગમચેતી રાખી બહાર નીકળી ગયા હોવાથી જાનહાનીના કોઈ અહેવાલ નથી. વડોદરા પાસે સિંધરોટમાં એક શખ્સ ફસાતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર ગામે ઘોડાના તબેલા ની આસપાસ પાણી ફરી વળતાં સાત ઘોડા અને બે માણસો ફસાયા છે. તેમને બચાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે પહોંચી છે. પરંતુ જે સ્થળે તબેલો આવેલો છે ત્યાં પાણીનું વહેણ વધારે હોવાથી ફાયર બ્રિગેડની કામગીરીમાં સર્જાયું છે.

       


Google NewsGoogle News