Get The App

નર્મદા નદીમાં પૂરથી નુકસાનગ્રસ્ત વેપારીઓને પાંચ માસ બાદ વળતર ચૂકવાશે

ડભોઇ, શિનોર અને વડોદરા તાલુકાના ૨૪૨ વેપારીઓને રાહત ફંડ અપાશે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
નર્મદા નદીમાં પૂરથી નુકસાનગ્રસ્ત વેપારીઓને પાંચ માસ બાદ વળતર ચૂકવાશે 1 - image

વડોદરા, તા.૨૩ વડોદરા જિલ્લામાં ગત સપ્ટેમ્બર માસ દરમિયાન નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે વેપાર, વાણિજ્યને થયેલા નુકસાન બદલ વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીએ રૃા.૧.૧૪ કરોડ મંજૂર કર્યા છે અને હવે આ ફંડ વડોદરા જિલ્લાના ત્રણ તાલુકા વડોદરા ગ્રામ્ય, ડભોઇ અને શિનોરના અસરગ્રસ્ત વેપારીઓને ચૂકવવામાં આવશે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા અને એ સર્વેના આધારે વેપારીઓને પૂરના કારણે થયેલા નુકસાન બદલ રોકડ રાહત ચૂકવવા માટે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ધ્યાને લઇ મુખ્યમંત્રીના રાહત ફંડ કાર્યવાહક સમિતિની મળેલી બેઠકમાં દરખાસ્તને મંજૂર કરી રૃા.૧.૧૪ કરોડ ફાળવવા આદેશ કર્યો હતો.

ડભોઇ તાલુકાના ૧૭૪ વેપારીઓને રૃા.૧.૦૫ કરોડ, શિનોર તાલુકાના ૫૪ વેપારીઓ માટે રૃા.૪.૩૫ લાખ અને વડોદરા ગ્રામ્યના ૧૪ વેપારીઓને વળતર પેટે રૃા.૫.૨૦ લાખ મળશે. મહેસૂલ વિભાગ દ્વારા થયેલા આ આદેશને પગલે આ ફંડ સંબંધિત મામલતદાર કચેરી હસ્તક મૂકવા કલેક્ટર કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. હવે, વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે.




Google NewsGoogle News